Tuesday 18 October 2011

The river of my sorrow


વેદનાની સરિતા

ગયા તમે મને છોડી રાસ રમતા-રમતા, 
જીવનમાં હવે વહી રહી છે વેદનાની સરિતા.
હૃદયના ગુલશનમાં કરમાતી સૂરજમુખીને શું કહું?
હવે મારા અંતરના સૂરજને ક્યાંથી શોધી લાવું!

બરાબર ભાગ લઉં છું જીંદગીના સૌ તમાશામાં,
સદા જીતું છું એવું કંઈ નથી, હારું છું પણ બહુ વાર.
પણ નથી મને હાર-જીતની મજા તમારી ગેરહાજરીમાં,
મારા આંગણમાં ફેલાયું છે જો સર્વત્ર અંધકાર.

આપ વિના લેતી સહારો મારી રાતોના તારાનો,
પણ જુઓ તો - ચાંદની ઈર્ષાથી તે પણ છૂટી ગયો.
હવે કરું છું દુનિયાનો દૈનિક સામનો,
પણ દિવસ છે મારો દુ:ખથી ભર્યો.

જીવનની મેહફીલમાં નથી રહી તરન્નુમ,
સૂર-સાઝની  નથી રહી મને કદર.
સાંભળો, આજે પાળી મેં ધોધમાર બૂમ,
વેદનાની સરિતા હજી વહ્યા કરે છે નીડર.

- પારસ માલ્દે, લંડન, ૨૦૧૧. 

1 comment: